HomeMorbiમોરબી-જેતપર રોડ પર ટ્રકનો કહેર: યુવકનું કરુણ મોત
મોરબી-જેતપર રોડ પર ટ્રકનો કહેર: યુવકનું કરુણ મોત
મોરબી નજીક જેતપર રોડ પર બેદરકાર ટ્રક ચાલકના કારણે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. પુરઝડપે દોડતી ટ્રકે યુવકને હડફેટે લેતા માથા સહિત શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી અને યુવકનું સ્થળ પર પર જ મોત નિપજ્યું હતું. બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ વેન્ટો સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શુકરમુની તુબિડ (ઉ.વ.૨૯)એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર GJ-03-BW-4433વાળીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી જેતપર રોડ પર આરોપી ટ્રક ટ્રેલર રજીસ્ટર નં. GJ-03-BW-4433 ના ચાલક પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી દુર્ગા તુબિડ પાઇકેશ તુબિડ વાળાને હડફેટે લઈ માથામાં તથા મોઢામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.