HomeMorbiહળવદમાં યુવતીને લગ્ન માટે ધમકી: આરોપી સામે પોલીસમાં ફરીયાદ
હળવદમાં યુવતીને લગ્ન માટે ધમકી: આરોપી સામે પોલીસમાં ફરીયાદ
Advertisement
Advertisement
હળવદ પંથકમાં એક યુવતીને લગ્ન કરવા દબાણ કરી સતત ધમકીઓ આપનાર યુવક સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફોન, વોટસઅપ અને પરિવારજનોને ત્રાસ આપતા મામલો ગંભીર બનતા પીડિતાએ આખરે પોલીસનો સહારો લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતી યુવતીએ આરોપી વિકાસ પ્રેમજીભાઈ પરમાર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાથે ઓળખાણ થયેલી જેથી આરોપી ફરીયાદીને તથા સાથીને મોબાઈલથી તથા વોટસઅપથી અવાર નવાર વાત કરી તથા ઓળખાણ સંબંધ દરમ્યાન ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી લગ્ન કરવા બાબતે વાત કરતા ફરીયાદીએ ઈન્કાર કરેલ ત્યાર બાદ ફરીયાદી સાથે લગ્ન કરવા દબાણ કરતો તથા ધમકી આપતો અને ફરીયાદી વિવેકાનંદ સ્કુલ પાસે પહોંચતા આરોપીએ ફરીયાદીનો દુપટો ખેંચી પોતાની સાથે લગ્ન કરવા બાબતે સમાજમા બદનામ કરવા ધમકી આપેલ અને પરસ્પર સમજુતીથી સહ વસવાટનો કસરની સહી સિક્કા વિનાની પી.ડી.એફ. સાથીના વોટસઅપમા તેમજ સોશ્યલ મીડીયામા મોકલી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement