HomeMorbiવાંકાનેરમાં ખનિજ માફિયાઓ પર પોલીસ ત્રાટકી: રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેરમાં ખનિજ માફિયાઓ પર પોલીસ ત્રાટકી: રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમામાં ગેરકાયદેસર ખનિજ ખનન કરતા ખનિજ માફિયાઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂપિયા 1 કરોડ 70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેને લઇને વિસ્તારમાં હલચલ મચી ગઈ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ગેરકાયદેસર ખનીજ વહન કરતા તેમજ વાહનોના કાગળો તથા લાયસન્સ સાથે નહિ રાખી નિકળતા પકડી તેઓને એમ વી. એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કરી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગે.કા. ખનીજ વહન કરતા હોય જેથી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરેલ તેમજ ભેરડા ગામની સીમમા ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા હોવાની બાતમી મળતા મળેલ બાતમીની જાણ ખાણ ખનીજ વિભાગ મોરબીનાઓને કરી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા બનાવવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) અશોક લેલન કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર GJ-36-V-9695 કિંમત રૂપિયા ૩૦,૦૦,૦૦૦
(૨) ટાટા કંપનીનુ ડમ્પર રજીસ્ટર નંબર – GJ-13-AW-8146 કિંમત રૂપિયા ૩૦,૦૦,૦૦૦
(૩) અશોક લેલન કંપનીનુ ડમ્પર રજીસ્ટર નંબર – GJ-03-CU-0100 કિંમત રૂપિયા ૩૦,૦૦,૦૦૦
ભેરડા રેઇડ દરમ્યાન કબજે કરેલ મુદામાલ
(૧) ટાટા કંપનીનું ડમ્પર GJ-36-X-6009 (ખનીજ મુદામાલ સહિત) ૩૦,૦૦,૦૦૦
(૨) ક્રોમાન્ડ કંપનીનુ અસ્કેવોર મશીન આઇકેન્સીફિકેશન KMTPC282.JNY733407* કિ. રૂ.૫૦,૦૦,૦૦૦
કુલ કિંમત રૂપિયા ૧,૭૦,૦૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.