HomeMorbiમોરબીમાં એક્ટીવા પર દારૂની હેરાફેરી કરતી બેલડી ઝડપાઇ
મોરબીમાં એક્ટીવા પર દારૂની હેરાફેરી કરતી બેલડી ઝડપાઇ
મોરબી શહેરમાં પ્રોહીબિશન કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વો સામે પોલીસ સક્રિય બનતા શનાળા રોડ વિસ્તારમાંથી એક્ટીવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૂ અને વાહન મળી કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી ચોકમાં આરોપીઓ પોતાના કબ્જા ભોગવટવાળા એક્ટીવા રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ. કયું -૦૦૪૧ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦વાળામા વેચાણ કરવાના ઈરાદાથી વિદેશી દારૂ રાખી દારૂની હેરાફેરી કરતા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ -૧૬ કિંમત રૂપિયા ૧૦,૨૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપી ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વીશ હકુભા ઝાલા તથા મનોજભાઈ ઉર્ફે મિસ્ત્રી કિશોરભાઈ થારેચા રહે. બંને ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબીવાળાને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.