HomeMorbiહળવદમાં જમીન વિવાદ ઉગ્ર: જેસીબીનો ફોટો પાડતા ખેડૂત પર હુમલો, જાનથી મારી...
હળવદમાં જમીન વિવાદ ઉગ્ર: જેસીબીનો ફોટો પાડતા ખેડૂત પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં જમીન મામલે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જેસીબી કામનો ફોટો પાડતા ખેડૂતને ચાર શખ્સોએ માર માર્યો અને ચાલુ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદના કૃષ્ણનગરમાં રહેતા અને ખેતીકામ કરતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનગ્રા (ઉ.વ.૫૦) એ આરોપી મેહુલભાઈ ઇશ્વરભાઇ દલવાડી, જયદિપભાઈ રતિલાલ સોનગ્રા, મેહુલભાઈની પત્ની, સવજીભાઈ છગનભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ખેતરે આંટો મારવા ગયેલ ત્યારે આરોપી મેહુલભાઈના ભાગમા જે.સી.બી. થી કામ કરાવતા હતા. જેથી ફરીયાદીએ જે.સી.બી. નો ફોટો પાડેલ જે આરોપીઓને ન ગમતા ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને ફરીયાદીના ટી.સી. પાસે આરોપીઓ આવી ફરીયાદીનો કાંઠલો પકડી અને ફરીયાદીને ઢીંકા પાટુનો માર મારી ગાળો આપતા ફરીયાદી ઘર તરફ જતા હોય ત્યારે ચારેય આરોપીઓ કહેવા લાગેલ કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહીતર જાનથી મારી નાખવો પડશે તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.