HomeMorbiએક્ટીવા પર બિયરની હેરાફેરીનો પર્દાફાશ: મોરબી પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા
એક્ટીવા પર બિયરની હેરાફેરીનો પર્દાફાશ: મોરબી પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા
મોરબી શહેરમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ કરીને બિયરની હેરાફેરી કરતા બે ઈસમોને પોલીસએ રંગેહાથ ઝડપ્યા છે. કંડલા બાયપાસ પાસેની કાર્યવાહી દરમિયાન એક્ટીવામાંથી મોટી માત્રામાં બિયર ટીન મળી આવતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી કંડલા બાયપાસ હાઈવે રોડ પર દલવાડી સર્કલ નજીક આરોપીઓ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર- જીજે-૩૬-એમ-૨૧૦૨ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી બિયર ટીન રાખી બિયર ટીન નંગ -૪૮ કિંમત રૂપિયા ૭૬૮૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ૫૭૬૮૦ નાં મુદ્દામાલ સાથે આરોપી દિલિપભાઈ મગનભાઈ ધોળકિયા તથા મનોજભાઈ ધનજીભાઈ ધોળકિયા રહે બંને શક્તશનાળા મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા રહે. શનાળા બાયપાસ મનુભાઈ પાર્કમાં મોરબીવાળાનુ નામ ખુલતા ત્રણેય ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.