HomeMorbiમોરબી: લુંટ/ધાડ તથા લુટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી...
મોરબી: લુંટ/ધાડ તથા લુટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતો ફરતો ઇસમ પકડાયો
Advertisement
Advertisement
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૯૩ તથા (૨) ફ.ગુ.ર.નં.૧૧/૧૯૯૭ આઇ.પી.સી. કલમ ૩૯૫,૩૯૭ વિ મુજબના ગુન્હામા નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઇ બીલવાલ રહે.મંડલી બડી તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) વાળો હાલે તેના રહેણાંક મકાને મંડલી બડી ખાતે હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા આ ગુન્હામા નાસતો ફરતો આરોપી મંડલી બડી મેડા ફળીયા ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
Advertisement
Advertisement