HomeMorbiમોરબીના શનાળા બાયપાસ પાસેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 9924 બોટલ સાથે...

મોરબીના શનાળા બાયપાસ પાસેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 9924 બોટલ સાથે એક ઝડપાયો, પાંચ ફરાર

મોરબી શહેરમાં દારૂબંધીના કાયદાને પડકારતી મોટી ઘટના સામે આવી છે. શનાળા બાયપાસ નજીક પોલીસે ત્રણ અલગ અલગ વાહનોમાંથી વિદેશી દારૂની 9924 બોટલો ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે એક ઈસમની ધરપકડ કરી વધુ પાંચ આરોપીઓને વૉન્ટેડ જાહેર કરી કાર્યવાહી તેજ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર બાયપાસ નજીક ગુલાબનગર શેરી નંબર -૦૧મા આરોપીઓએ અલગ અલગ વાહન સુઝુકી કેરી GJ-03- BZ- 1336, સુઝુકી કેરી GJ-03-BZ 5747, બોલેરો કાર GJ-36-V-0323 વાળીમાથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૯૯૨૪ કિંમત 50,38,800 થાય છે. આ ઉપરાંત 7,00,000 ની કિંમતના ત્રણ વાહનો અને 5,000 નો મોબાઈલ મળી કુલ. 57,43,800 ના મુદ્દામાલ સાથે એક ઈસમ મુસ્તકીમ અલારખાભાઈ સના ગુલાબનગર શેરી નંબર ૦૧ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય પાંચ ઇસમો નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. મોરબી બાયપાસ તુલશીપાર્ક, દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા રહે. મોરબી બાયપાસ તુલશીપાર્ક, ઓમાન અશરફભાઈ ધારાણી રહે. ખોજા સોસાયટી લાયન્સનગર, યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા રહે. મોરબી તથા ભીમશી કોળી રહે. વજેપર મોરબીવાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular