HomeMorbiશંકાના વહેમે યુવક પર છરીથી હુમલો: હળવદના ટીકર ગામે બનાવથી ચકચાર

શંકાના વહેમે યુવક પર છરીથી હુમલો: હળવદના ટીકર ગામે બનાવથી ચકચાર

હળવદ તાલુકાના ટીકર ગામમાં શંકા અને વહેમના કારણે ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. એક યુવકે બીજા યુવક પર છરી વડે હુમલો કરી પેટ, હાથ અને છાતીના ભાગે ઈજા પહોંચાડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા મોહમદ અયાજ વારીશભાઈ કગથરા (ઉ.વ.૨૨) એ આરોપી ફિરોજ સલીમ સંધિ રહે. ટીકર રણ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના કાકાની દિકરીની પાછળ ફરીયાદી જતો હોવાની શંકા અને વહેમ રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી છરી વતી પેટના ડાબા પડખામાં ગંભીર ઈજા કરી તેમજ જમણા હાથમાં અને છાતીમાં ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular