HomeMorbiપગાર માંગતા HR મેનેજર પર હુમલો: ટંકારા નજીક સ્પિનિંગ મિલ મેનેજરનો ત્રાસ
પગાર માંગતા HR મેનેજર પર હુમલો: ટંકારા નજીક સ્પિનિંગ મિલ મેનેજરનો ત્રાસ
ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગવા ગયેલા HR મેનેજર પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ ગાળો આપી ધોકા વડે માર મારતાં યુવકને ઈજા પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામે રહેતા અને HR મેનેજર તરીકે નોકરી કરતા વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) એ આરોપી ધરતી સ્પીનીંગમિલના મેનેજર સંતોષભાઈ પટેલ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ધરતીસ્પીનીંગ મીલમાં તેમના પગારના બાકી નિકળતા રૂપીયા લેવાના હોય જે લેવા માટે આરોપીને ફોન કરતા આ રોપીને સારૂ નહી લાગતા ફરીયાદીથી અનુ.જાતી સમાજના હોવાનું જાણવા છતા ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી ધોકા વડે માર મારી શરીરે મુંઢ ઇજા પહોંચાડી ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.