HomeMorbiવિમલના થેલા અને કોલેજ બેગમાં છુપાવ્યો દારૂ: વાંકાનેરમાં બે મહિલાઓ ઝડપાઈ

વિમલના થેલા અને કોલેજ બેગમાં છુપાવ્યો દારૂ: વાંકાનેરમાં બે મહિલાઓ ઝડપાઈ

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ચોક પાસે પોલીસે શંકાસ્પદ હાલતમાં ફરતી બે મહિલાઓને રોકી તલાશી લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. વિમલના થેલા અને કોલેજ બેગમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી આવતા પોલીસે બંને મહિલાઓને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના વાંકાનેર શહેરમાં આવેલ લક્ષ્મીપરા ચોક પાસે બે મહિલા હાથમાં વિમલના થેલા અને કોલેજ બેગ સાથે શંકાસ્પદ જણાતા તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિંમત રૂપિયા ૪૦૦૦ અને બિયર ટીન નંગ -૧૦૭ કિંમત રૂપિયા ૨૩,૫૪૦ મળિ કુલ કિંમત રૂપિયા ૨૭૫૪૦ ના મુદ્દામાલ સાથે આરોપી જેનબબેન ઇસ્માઇલભાઇ સીધી (ઉં.વ. ૬૦) તથા શહેનાઝબેન અલ્લારખાભાઇ ગજીયા (ઉં.વ. ૩૫)ગરીબનગર પાણાખણ પંચશીલ મીલ ની બાજુ મા હીંચળા રોડ જામનગર . ગામ, જામનગરવાળાને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular