HomeMorbiમોરબીમાં વ્યાજખોરનો આતંક: યુવકે ફિનાઈલ ગટગટાવ્યું

મોરબીમાં વ્યાજખોરનો આતંક: યુવકે ફિનાઈલ ગટગટાવ્યું

મોરબી શહેરમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ અટકતા નથી ત્યારે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કુરિયર બોય તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને એક મહિલાના વ્યાજખોરીના દબાણ અને ધમકીઓથી કંટાળી જઈ જીવલેણ પગલું ભરવાનું પ્રયાસ કરવું પડ્યું, જેને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી પાસે સમજુબા સ્કૂલ વાળી ગલી ધર્મનગર સોસાયટી બ્લોક નંબર -24 માં રહેતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી (ઉ.વ.૨૭) એ આરોપી જયાબેન ખિમજીભાઈ મોરડીયા રહે. નજરબાગ મફતીયાપરા ભડીયાદ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી ૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ જેની સામે ફરીયાદીએ અલગ અલગ તારીખે રોકડથી, ૪૦,૦૦૦/- વ્યાજ ચુકવી આપેલ તેમજ મુળ રકમ ગુગલ પે થી ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી જયાબેન વ્યાજ તથા મુળ રકમની ઉઘરાણી કરતા હોય અને ફરીયાદી વ્યાજ ન આપે તો ફરીયાદીની ભાડાની દુકાન ખાતે જઈ ફરીયાદીની પત્ની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોય જેથી ફરીયાદી કંટાળી જઈ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ભાનમાં આવતા આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular