HomeMorbiમોરબીમાં નકલી ‘બાબુ લાઈમ’ કૌભાંડ ખુલ્યું: કોપીરાઈટ ડિઝાઇનની નકલથી ચુનાનું વેચાણ

મોરબીમાં નકલી ‘બાબુ લાઈમ’ કૌભાંડ ખુલ્યું: કોપીરાઈટ ડિઝાઇનની નકલથી ચુનાનું વેચાણ

મોરબી શહેરમાં બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે નકલી માલ વેચવાનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. ‘બાબુ લાઈમ’ના નામે ડુપ્લીકેટ ચુનાના પાર્સલ બનાવી બજારમાં વેચાણ કરાતું હોવાની હકીકત બહાર આવતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ શહેરમાં આવેલ ગોંડલ રોડ પર શિવાલીક પાછળ ઉઘોગનગર કોલોનીમાં ક્વાર્ટર નંબર -૫૧ માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા યોગેશભાઈ ધિરજલાલ પરમાર (ઈ.વ.૫૧) એ આરોપી અરવિંદભાઈ છગનભાઈ કાસુંન્દ્રા રહે. શ્રીકુંજ સોસાયટી કેનાલ રોડ, એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૦૩ મોરબી તથા સુનિલભાઈ વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બાબુ લાઇમ પ્રા.લી જે કોપીરાઈટ રજીસ્ટ્રેશન કોપીરાઇટ રજી નં-એ/૧૦૦૦૧૬/૨૦૧૩ તા-૦૨/૦૫/૨૦૧૩ થી રજીસ્ટ્રેશન થયેલ છે જેમા કંપનીએ સ્પેશ્યલ ફોડેલો ચુનો કાળા અક્ષરે ગુજરાતીમાં લખેલ છે તથા હિન્દી તથા અંગ્રેજીમાં બાબુ પાર્સલ લખલ છે જે ડિઝાઇન તથા લખાણ વાળા પૈકીંગમાં બાબુ પાર્સલ નામે ચુનાનુ પેકીંગ કરી ઉપરોકત કંપની વેચાણ કરે છે. તે મુજબના આરોપી અરવિંદભાઈ પાસેથી બાબુ પાર્સલના લેબલની કોપી કરેલ ચુનાના પાર્સલ કુલ-૩૮ થેલા એક થે લાની કિ.રૂગ. ૩૫૦/- કુલ મુદામાલ કિ.રૂગ.૧૩,૩૦૦/- નો મળી આવેલ હોય જે આરોપી સુનિલભાઈ પાસેથી ખરી દ કરેલ હોય જેથી બંને આરોપીઓ વિરુદ્ધ ઘ કોપીરાઇટ અધિનિયમ ૧૯૫૭ ની કલમ-૬૩,૬૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular