HomeMorbiટંકારા તાલુકામા દારૂ કાંડનો ફરાર આરોપી આખરે પોલીસના જાળમાં!
ટંકારા તાલુકામા દારૂ કાંડનો ફરાર આરોપી આખરે પોલીસના જાળમાં!
Advertisement
Advertisement
ટંકારા તાલુકાના છતર જી.આઇ.ડી. સી.માં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂના જથ્થો પકડાયેલ તે ગુનામાં ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ છતર જી.આઇ.ડી.સી.માં પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી વાળાએ ગોડાઉન ભાડેથી રાખી તે ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ હોવાની બાતમીના આધારે રેઇડ કરી ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૯૫૬ કી.રૂ. ૬૪,૪૨,૮૦૦/- તથા પ્લાસ્ટીકના ચપલા નંગ-૨૭,૬૦૦ કી.રૂ.૨૭,૬૦,૦૦૦/- અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૧૭,૨૨,૮૦૦/- ના મુદામાલ સાથે કુલ-૪ આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. જે રેઇડ દરમ્યાન ગોડાઉન માલીક પ્રિન્સ વિરેન્દ્રભાઇ ઝાલરીયા રહે. મોરબી વાળો નાસી ભાગી ગયેલ હોય જે નાસતો ફરતો આરોપી પ્રીન્સભાઇ વિરેન્દ્રભાઇ ઝાલરીયા જાતે પટેલ (ઉ.વ. ૨૨) ધંધો વેપાર રહે. નાની વાવડી ગામ ભગવતી પાર્ક સોસાયટી હનુમાન મંદીરની બાજુમાં તા.જી.મોરબી વાળો મોરબી ખાતે આવેલ હોવાની બાતમીના આધારે પકડી ઇસમને અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
Advertisement
Advertisement