HomeMorbiમોરબીમાં ચૂંટણી ગરમાઈ: વોર્ડ-8માં “લોકલ Vs આયાતી” મુદ્દે બફારો, દિનેશ કૈલા માટે...

મોરબીમાં ચૂંટણી ગરમાઈ: વોર્ડ-8માં “લોકલ Vs આયાતી” મુદ્દે બફારો, દિનેશ કૈલા માટે ઉગ્ર માંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ મોરબી શહેરમાં રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે. એક તરફ પક્ષના દાવેદારો ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તો બીજી તરફ મતદારો પોતાના વિસ્તારના જ આગેવાનને પ્રાથમિકતા મળે તે માટે સક્રિય બન્યા છે.

મોરબીના વોર્ડ નંબર 8 હેઠળ આવતી ચિત્રકૂટ સોસાયટી સહિત આસપાસની 8થી વધુ સોસાયટીઓમાં હાલ ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. અહીંના રહેવાસીઓએ એક સ્વર સાથે પોતાના વિસ્તારના આગેવાન દિનેશ કૈલાને ભાજપની ટિકિટ આપવાની માંગ ઉઠાવી છે.

આ મુદ્દે ગઈકાલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો પક્ષ દ્વારા “આયાતી ઉમેદવાર”ને ટિકિટ આપવામાં આવશે તો તેઓ પોતાના વિસ્તારમાં ભાજપને પ્રચાર કરવા નહીં દે. એટલું જ નહીં, જરૂર પડશે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સ્થાનિકોમાં એવો પણ મજબૂત મત પ્રગટ થયો છે કે જો દિનેશ કૈલાને ટિકિટ નહીં મળે તો તેમને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી મતદાન દ્વારા વિજેતા બનાવવામાં આવશે.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે મોરબીની રાજનીતિમાં વોર્ડ-8 હોટસ્પોટ બની ગયો છે અને હવે પક્ષના નેતૃત્વ માટે ઉમેદવારી નક્કી કરવી એક પડકારરૂપ બાબત બની રહી છે.

RELATED ARTICLES

Most Popular