HomeMorbiમોરબીના વિસીપરામાં સામાન્ય બાબતે બે યુવક પર જીવલેણ હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબીના વિસીપરામાં સામાન્ય બાબતે બે યુવક પર જીવલેણ હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
Advertisement
Advertisement
મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં વહેલી સવારે મજૂરી કામ માટે બેઠેલા બે યુવકો પર અજાણ્યા શખ્સોએ નજીવી બોલાચાલી બાદ છરી વડે જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવમાં બંને યુવકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ વિસીપરામા પંચની માતાવાળી શેરીમાં રહેતા પિન્ટુભાઈ ભરતભાઈ ઘટોલીયા (ઉ.વ.૨૮) એ આરોપી વસીમ યુનુસભાઈ સેડાત તથા જાવેદ ઇકબાલભાઈ મોવર રહે. બંને વિસિપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી વહેલી સવારના વિસીપરા મેઇન રોડ પર આવેલ ડીલક્ષ પાન પાસે બેઠેલ હોય ત્યારે આરોપીઓ મોટરસાયકલ સાથે આવી ફરીયાદી તથા સાથીને વહેલી સવારના ત્યા બેસવાનું કારણ પુછતા ફરીયાદિ તથા સાથી મજુરીકામ ના કા મકાજ માટે બેઠેલ હોવાની વાત કરતા જે આરોપીઓને વાત સાચી નહી લાગતા ફરીયાદી તથા સાથીને બિભત્સ ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાથીને ઢીકાપાટુનો માર મારી આરોપી જાવેદએ પોતાના પેન્ટના નેફામાંથી ફરીયાદીના વાસના ભાગે તથા સાથીને ખભાના ભાગે એક એક ઘા મારતા ગંભીરપ્રકારની ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement