HomeMorbi“ઉંચા નફાની લાલચમાં 6 લાખનો ઝાટકો: વાંકનેરના યુવાન સાથે ડ્રાયફ્રૂટ્સના ધંધામાં છેતરપિંડી”
“ઉંચા નફાની લાલચમાં 6 લાખનો ઝાટકો: વાંકનેરના યુવાન સાથે ડ્રાયફ્રૂટ્સના ધંધામાં છેતરપિંડી”
વાંકનેરમાં વિશ્વાસનો દુરુપયોગ કરી છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના શખ્સે ડ્રાયફ્રૂટ્સના ધંધામાં ઊંચા નફાની લાલચ આપી યુવાન પાસેથી 6 લાખ રૂપિયા લઈ ફરાર થઈ ગયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામે રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા અયુબભાઈ ઈસ્માઈલભાઈ શેરશીયા (ઉ.વ.૩૨) એ આરોપી સબીરહુશેન મોહમદભાઈ કાસમાણી ન્યુ ઘાંચીવાડ રાજકોટવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે પ્રથમ વ્યાપારીક તથા પારીવારીક સંબંધ બનાવી વિશ્વાસમાં લઈ આરોપીએ પોતાના કાજુના ધંધામાં તા. ૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રૂપીયા ૧,૦૦,૦૦૦/-(એક લાખ) તથા તા.૧૬/૦૬/૨૦૨૫ નારોજ રૂપીયા ૫,૦૦,૦૦૦/-(પાંચ લાખ)નુ એમ કુલ રૂપીયા ૬,૦૦,૦૦૦/-(છ લાખ)નું રોકાણ પોતાની ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ પેઢી એવુ સ્મોલ ફાઈનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાં આર.ટી.જી.એસ. મારફતે કરાવી નફો આપવાની લાલચ આપી ફરીયાદી પાસે થી રૂપીયા મેળવી આજદીન સુધી પરત ન આપી ઓળવી જઈ છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.