Monday, April 20, 2026
HomeMorbiમોરબીમાં દારૂબંધીને પડકાર: રહેણાંક મકાનમાંથી 252 વિદેશી દારૂના ચપલા જપ્ત

મોરબીમાં દારૂબંધીને પડકાર: રહેણાંક મકાનમાંથી 252 વિદેશી દારૂના ચપલા જપ્ત

Advertisement
Advertisement

મોરબી શહેરમાં દારૂબંધીના કાયદાને ખુલ્લો પડકાર આપતા એક કિસ્સામાં પોલીસએ રહેણાંક મકાન પર દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. પોલીસ ટીમની સતર્ક કામગીરી વચ્ચે આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા ગોકુળનગર જોધાણીની વાડી પાસે રહેતા આરોપી જગદીશ લાવજીભાઈ ચાવડાએ પોતાનાં કબ્જા ભોગવવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -૨૫૨ કિં રૂ‌. ૩૦૨૪૦ તથા એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે-૩૬-એ.એન-૮૭૯૫ કિંમત રૂપિયા ૨૫૦૦૦ તથા મોબાઇલ ફોન કિં રૂ‌. ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬૦૨૪૦ નો મુદામાલ જપ્ત કરી રેઇડ દરમ્યાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે અરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular