HomeMorbiજાંબુડીયા ગામે સ્ટ્રીટ લાઈટ નીચે જુગારની મહેફિલ: ત્રણ જુગારીઓ ઝડપાયા
જાંબુડીયા ગામે સ્ટ્રીટ લાઈટ નીચે જુગારની મહેફિલ: ત્રણ જુગારીઓ ઝડપાયા
Advertisement
Advertisement
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે દશામાના મંદિર પાસે ખુલ્લેઆમ તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન થયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે, જ્યારે પોલીસે રોકડ રકમ સાથે આરોપીઓને કાબૂમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના જાંબુડીયા ગામે દશામાના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો નિલેશભાઈ દિનેશભાઇ મજેઠીયા રહે. સો-ઓરડી સાગરપાન વાળી શેરી મોરબી, કેતનભાઈ મુકેશભાઈ સીરોહિયા રહે. જાંબુડીયા ગામ તા. મોરબી તથા અજયભાઈ માણેકલાલ ત્રિવેદી રહે. જુના હાઉસિંગ બોર્ડ પાછળ શ્રિમતી નિશાળ પાછળ મોરબીવાળા રોકડ રૂપિયા ૧૪૭૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement