HomeMorbiહળવદમાં પ્રોહિબિશનના ગુન્હામા છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા ઇસમને રાજસ્થાનથી મોરબી લોકલ...

હળવદમાં પ્રોહિબિશનના ગુન્હામા છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા ઇસમને રાજસ્થાનથી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડ્યો

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે રાજસ્થાન, દિલ્હી વિગરે રાજ્યમાં કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ટીમને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતા આરોપી રતનલાલ ઉર્ફે રેતનારામ સાજનરામ બિશ્નોઇ રહેવાસી અરણીયાળી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાનવાળો તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફની ટીમ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી મળી આવતા આરોપીને પ્રોહિબિશનના ગુન્હામાં હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

આમ,હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશદારૂના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Most Popular