HomeMorbiમોરબીમાં જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: વૃદ્ધ પર અણીદાર હથિયારથી હુમલો
મોરબીમાં જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: વૃદ્ધ પર અણીદાર હથિયારથી હુમલો
મોરબી શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં જૂના જમીન વિવાદને કારણે હિંસક ઘટના સામે આવી છે. બે શખ્સોએ મળીને એક વૃદ્ધ પર અણીદાર હથિયારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબીના ત્રાજપર ગામે રહેતા અને હાલ ઉમા ટાઉનશીપ વિરાટ બ્લોક નંબર -૧૦૧મા રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ રાણીપા (ઉ.વ.૬૫) એ આરોપી નટુભાઈ શામજીભાઈ કડીવાર તથા હિંમતસિંહ ભાણજીભાઈ સોલંકી રહે. બંને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તથા આરોપીને જમીન બાબતે વિવાદ ચાલતો હોય જે બાબતે ફરીયાદી સમાધાન ન કરતા મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે ફુવારા સર્કલ પાસે આરોપીઓએ ફરિયાદીને અણીદાર હથીયાર વડે ઈજા કરી સમાધાન નહી કરે તો જાનથી મારી નાખીશ એમ કહી ગાળો આપી ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.