HomeMorbiમોરબી પોલીસે મોટી કાર્યવાહી: જુના ઘુંટુ રોડ પરથી કારમાં ભરેલો લાખોનો વિદેશી...

મોરબી પોલીસે મોટી કાર્યવાહી: જુના ઘુંટુ રોડ પરથી કારમાં ભરેલો લાખોનો વિદેશી દારૂ જપ્ત, એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, “એક ટાટા કંપની હેરીયર કાર રજી.નંબર કાર રજી.નં. GJ-03-MB-5847 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી હળવદ થી જુનું ઘૂટુ રોડ થઇ મોરબી તરફ જનાર છે” વિગેર બાતમીના આધારે જુના ઘુટ રોડ સ્મશાન પાસેથી આડસ ઉભી કરી ગાડી રોકાવી ચેક કરતા ગાડીમાં એક ઇસમ બેસેલ હોય અને આ કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૧૮૦ મી.લી.ની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭૭૬ કિં.રૂ.૬,૧૩,૨૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૬૫૦૦૦/- તથા હેરીયર કાર રજી.નં. GJ-03- MB-5847 કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કૂલ કિ રૂ.૧૧,૭૮.૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા રહે-ન્યુ સાગર સોસાયટી શેરી નંબર ૦૮ કોઠારીયા મેઇન રોડ વાળાને ઝડપી પાડી તથા માલ આપનાર : એક અજાણ્યો માણસ તથા માલ મંગવાનાર સિરાજભાઇ રજાકભાઇ લીંગડીયા રહે-કોઠારીયા મેઇન રોડ ગાંધી સોસાયટી શેરી નંબર ૦૨ રાજકોટવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular