Sunday, April 19, 2026
HomeMorbiહળવદમાં વ્યાજખોરોનો કહેર: ૩ લાખ માટે ૭% વ્યાજની જબરદસ્તી, છરી બતાવી ધમકી

હળવદમાં વ્યાજખોરોનો કહેર: ૩ લાખ માટે ૭% વ્યાજની જબરદસ્તી, છરી બતાવી ધમકી

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વ્યાજખોરી વિરુદ્ધ ચાલતી કાર્યવાહી વચ્ચે હળવદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મજૂરી કામ કરતા યુવક પાસેથી લીધેલા ૩ લાખ રૂપિયાં પર વધારાના વ્યાજની ઉઘરાણી કરવા માટે ચાર શખ્સોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ મોરબી દરવાજા કૃષ્ણનગરમાં રહેતા દીપકભાઈ મનજીભાઈ સોનગરા સોનગ્રા (ઈ.વ.૩૨) એ ગીતાબેન સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા ,સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા રહે.બંન્ને મોરબી કાલીકા પ્લોટમા, આયનભાઈ સાહમદાર રહે.મોરબી મકરાણી વાસ, હસન હાજીભાઈ કુરેશી રહે. કાલીકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ગીતાબેન તથા આરોપી સાહીલભાઈ પાસેથી ૦૫ ટકા ઉંચા વ્યાજે કટકે કટકે કુલ રૂપીયા.૩,૦૦,૦૦૦/- લીધેલ હતા અને ફરીયાદીએ આરોપીઓને નીયમીત વ્યાજ ચુકવવા છતા આરોપીઓએ ૦૭ ટકા વ્યાજ વસુલવાનું કહી ફરીયાદી તથા સાથીને ફોનથી તથા રૂબરૂમા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વ્યાજના રૂ.૪૪,૦૦૦/- કઢાવી લઈ તેમજ વધુ વ્યાજ તથા મુદલ માટે આરોપીઓએ ફરીયાદીના ઘરે જઈ ઘરમા પ્રવેશ કરી સાથીઓને વ્યાજની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીવાર આરોપીઓ ફરીયાદીના ઘર પાસે જઈ આરોપીઓએ હાથમા છરી ધારણ કરી તમામ આરોપીઓએ ફરીયાદીને વ્યાજ તથા રૂપીયાની કડક ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular