HomeMorbiફરી એકવાર પોલીસ કામગીરી ઉપર સવાલો ઊભા થયા

ફરી એકવાર પોલીસ કામગીરી ઉપર સવાલો ઊભા થયા

એક મહિના પહેલા જેના વિડિઓ વાયરલ થયો હતો હર્ષ સંઘવી મને બચાવી લો હું નિર્દોષ છું એ અશોક મકવાણા એ ફિનાઇલ પીધી

મોરબીના ચકચારી કીમતી જમીન કોભાંડ માં નામદાર કોર્ટે દ્વારા ઓગષ્ટ મહિનામાં કનૈયાલાલ દેત્રોજા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો જેની હજી સુધી તપાસ પૂરી નથી થઈ

એમના એક આરોપી અશોક મકવાણા એ ગૃહમંત્રી હર્ષ સંઘવી ને ઉદ્દેશીને વિડિઓ વાયરલ કર્યો હતો જેમાં તે નિર્દોષ હોઈ અને મોટા માથા એ જેને ફસાવ્યો હોય જેથી મને બચાવી લો હું ગરીબ માણસ છું એવો વિડિઓ વાયરલ કર્યો હતો.

મોરબીના ખેડૂત ની ગાંધીનગર ની કીમતી જમીન બરોબર વેચી નાખવા અને અવેજની રકમ બારોબર હજમ કરી જવા RDC બેંક મા ખેડૂતની બોગસ સહી થી ચેકબુક મેળવી જેમાં બોગસ સહીઓ કરી કરોડો ના ટ્રાન્ઝેક્શન ફરિયાદીની જાણ બહાર કર્યા હતા, આ ગેરકાયદેસર ટ્રાન્જેક્શન માં અશોક મકવાણા નો ઉપયોગ કરાયો હતો તેવું એ વિડિઓ માં કહે છે કે કનૈયાલાલ ના પરિવાર અને પ્રાણજીવન દિલુ ગામી ઉર્ફે ફુવા એ તેને ગંભીર ગુનામાં ધકેલી દીધો,એવી પણ જાણકારી મળી છે કે આ અશોક મકવાણા ના પત્ની દ્વારા પણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી છે પણ પોલીસ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી

,બે દિવસ પહેલા અશોક મકવાણાએ પોતાના ઘરે જ ફિનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો ત્યાં સારવાર લીધેલ હોઈ એવી જાણકારી મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular