HomeMorbiમોરબીમાં પ્રોહીબીશનનો ભંગ: વોડકા સાથે બે ઝડપાયા, એક ફરાર

મોરબીમાં પ્રોહીબીશનનો ભંગ: વોડકા સાથે બે ઝડપાયા, એક ફરાર

મોરબી શહેરમાં પ્રોહીબીશનના કાયદાનો ભંગ કરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી હાલ ફરાર છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ લાતી પ્લોટ વિસ્તારમાં ભવાની બેકરી પાસે પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરતા આરોપી જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.33) અને અભિષેકભાઈ ઉર્ફે અભી પ્રવિણભાઈ સંઘાણી (ઉ.વ.25)ને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી હિરો હજી સુધી પોલીસ પકડથી દૂર છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પરમીટ કે કોઈ કાનૂની આધાર વગર ભારતીય બનાવટની “ઓરેન્જ હિલ વોડકા” (750 એમ.એલ)ની સીલબંદ બોટલ, કિંમત રૂ. 1300/-નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂ તેઓ આરોપી હિરા પાસેથી મેળવી હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે પ્રોહીબીશન અધિનિયમની કલમ 65, 66(એ), 116(બી) અને 81 મુજબ ગુનો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને પકડવા તલાશ હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

Most Popular