HomeMorbiહળવદના કેદારીયા ગામે દરોડો : ૩૨૪ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સ...
હળવદના કેદારીયા ગામે દરોડો : ૩૨૪ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપી પડ્યા
Advertisement
Advertisement
હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૨૪ કિ.રૂ.૧,૫૧,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના કેદારીયા ગામની સામે આવેલ બુસલીના માર્ગે આવેલ વોંકળાના કાંઠે ” સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૩૨૪ જે વિદેશી દારૂની કિ.રૂ ૧,૫૧,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો નારાયણ નાનજીભાઈ સોનગ્રા રહે ગામ રણજીતગઢ તા.હળવદ તથા કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા રહે ગામ રણજીતગઢ તા. હળવદવાળાને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Advertisement
Advertisement