Sunday, April 19, 2026
HomeMorbiમોરબીમાં જમીન સોદામાં મોટું કૌભાંડ: નકલી ખેડૂત બનાવી વેપારીને લગાવ્યો લાખોનો ચૂનો!

મોરબીમાં જમીન સોદામાં મોટું કૌભાંડ: નકલી ખેડૂત બનાવી વેપારીને લગાવ્યો લાખોનો ચૂનો!

Advertisement
Advertisement

મોરબી શહેરમાં જમીનના સોદાના નામે છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં ઠગબાજોએ નકલી ખેડૂત અને બનાવટી દસ્તાવેજો ઉભા કરી વેપારીને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. આ સમગ્ર કાવતરું પૂર્વ આયોજન સાથે ગોઠવાયું હોવાનું સામે આવતાં પોલીસ દ્વારા ગંભીર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર કાલિકા પ્લોટ બે મોમાઈ કેડીની બાજુમાં રહેતા અને વેપાર કરતાં જીગરભાઈ રજાકભાઈ ડોસાણી (ઉ.વ.૫૦) એ આરોપી દયારામભાઈ પુંજાભાઈ ડાભી રહે ગણેશ હોન્ડા શોરૂમ પાછળ ભક્તિનગર સર્કલ રાતડીયાની વાડી સનાળા રોડ મોરબી, મુકેશભાઈ નારણભાઈ કનજારિયા રહે કૈલાશ પાર્ક સોસાયટી ભગવતી હોલ ની પાછળ કંડલા બાયપાસ રોડ મોરબી, અલ્તાફભાઈ વલીભાઈ કોરડીયા રહે કરાંચી કોલોની પરખણી સ્કૂલ સામે દંતેશ્વર દરવાજા હળવદ, બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા રહે સોલડી ગામ પાણીના ટાંકા સામે રામજી મંદિર પાછળ મનીષભાઈ ગોકુળભાઈ વરસલાના મકાનમાં તા. ધાંગધ્રા જિ. સુરેન્દ્રનગર, કાંતિલાલ છગનભાઈ ટાવર રહે બૈસાબગઢ ભરવાડ વાસ ધાંગધ્રા તથા કાળુભાઇ લખમણભાઇ ગોલતર રહે.બૈસાબગઢ ભરવાડ વાસ ધાંગધ્રા વાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અલ્તાફભાઈએ આરોપી કાંતિલાલ તથા કાળુભાઇ સાથે મળી મોરબી તાબાના વજેપર સર્વેનં-૩૧૮ પૈકી ૧ ના ખાતે દાર રામજીભાઇ કાળાભાઇ દલવાડીના નામથી ઠગાઇ કરવાના ઇરાદાથી આરોપી બળદેવભાઈ માટે ખોટા આધારકાર્ડ તથા પાન કાર્ડ તથા ચુટણીકાર્ડ બનાવી આરોપી બળદેવભાઈનાઓએ રામજીભાઇ કાળાભાઇ દલવાડીનુ ખોટુ નામ ધારણ કરી આ જમીનના સોદા માટે આરોપી દલાલ દયારામભાઈ તથા મુકેશભાઈ સાથે મળી ફરીયાદી પાસેથી જમીનના સોદા પેટે સુથીના રૂ. ૧,૧૧, ૦૦૦/- પડાવી લઈ તમામ આરોપીઓએ બનાવટી આધાર કાર્ડ, પાનકાર્ડ, ચુટણીકાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજો ઉભા કરી ફ રીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૩૩૬(૩),૩૪૦(૨),૩૧૮(૪), ૩૧૯(૨), ૩(૫) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular