HomeMorbiમોરબી; દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ જેલ ભેગો કરાયો
મોરબી; દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને પાસા હેઠળ જેલ ભેગો કરાયો
Advertisement
Advertisement
સ્થાનીક સ્વરાજની ચુંટણી શાંતીપુર્ણ માહોલમાં તથા ભયમુકત રીતે યોજાય જેથી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલ હવાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂની પ્રવૃત્તીને અંકુશમાં લાવવા તેમજ આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણી શાંતીપુર્ણ તેમજ ભયમુકત માહોલમાં યોજાય તેવા હેતુથી દારૂ ના ગુન્હાઓ માં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ, જી. મોરબી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જી.મોરબી નાઓએ દારૂના ગુન્હામાં સંડોવાયેલ સામાવાળા રવીભાઈ રમેશભાઇ વરાણીયા રહે. ત્રાજપર તા.જી-મોરબી વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સામાવાળા રવીભાઈ રમેશભાઇ વરાણીયા વાળાને તા ૧૪/૦૪/૨૦૨૬ કલાક ૨૩/૦૦ વાગ્યે પાસા એકટ હેઠળ અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલ હવાલેની કાર્યવાહી હાથ ધરેલ છે.
Advertisement
Advertisement