HomeMorbiપંચાસર ચોકડી પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો: પોલીસની પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી
પંચાસર ચોકડી પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો: પોલીસની પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે પંચાસર રોડ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરતા એક ઈસમને રોકી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે પંચાસર રોડ, પંચાસર ચોકડી પાસે એક ઇસમ કાળા રંગની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઊભેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની પાસે જઈ તપાસ કરતા થેલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ કિંમત રૂપિયા ૬૫૦૦ નાં મુદ્દામાલ સાથે આરોપી રમીઝભાઈ નુરખાન સીપાઈ (ઉં.વ. ૩૭) રહે. કાલિકા પ્લોટ, શેરી નં-૧, મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.