HomeMorbiશનાળા રોડ પર IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: ચાર ઝડપાયા, એક ફરાર
શનાળા રોડ પર IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: ચાર ઝડપાયા, એક ફરાર
મોરબી શહેરમાં આઇપીએલ મેચ પર સટ્ટાબાજી ચલાવતી ગેંગ સામે પોલીસએ કાર્યવાહી કરી છે. શનાળા રોડ પર આવેલ લેન્ડમાર્ક આર્કેડમાં ઓફિસમાંથી ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ શોધખોળ કરી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના શનાળા રોડ પર આવેલ લેન્ડ માર્ક આર્કેડ શોપિંગમાં બીજા માળે આવેલ શ્રીકૃષ્ણ એન્ટર પ્રાઇઝ નામની ઓફિસમાં આરોપી હાર્દિક રંગપરીયા બહારથી માણસો બોલાવી સટ્ટો રમાડતો હોવાની ચોક્કસ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આઇ.પી.એલ -૨૦ ક્રિકેટ મેચ પર રનફેરનો હારજીતનો જુગાર રમી રમાડતા ચાર ઇસમો હાર્દિકભાઈ પ્રવિણભાઇ રંગપરીયા રહે. રવાપર બોની પાર્ક ઓમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૫૦૨ મોરબી, હાર્દીકભાઈ બાબુભાઈ રૂપાલા રહે. નાની વાવડી ઓમ પાર્ક મોરબી, ભાવિકભાઈ ગણેશભાઈ ગોધવિયા રહે. મોરબી ઉમિયા સર્કલ પાસે તપોવન રેસીડેન્સી બ્લોક નંબર -૩૦૩, વિશાલ દેવદાનભાઈ ડાંગર રહે. રવપાર મોરબીવાળાને રોકડ રૂપિયા ૭૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૩,૦૭,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ઉત્તમભાઈ રમેશભાઈ કાવરનુ નામ ખુલતા કુલ ૦૫ ઈસમો વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.