Sunday, April 19, 2026
HomeMorbiહળવદ જેટકો સબસ્ટેશનમાં બખેડો: હાજરી મુદ્દે નાયબ ઈજનેર પર હુમલો

હળવદ જેટકો સબસ્ટેશનમાં બખેડો: હાજરી મુદ્દે નાયબ ઈજનેર પર હુમલો

Advertisement
Advertisement

હળવદના માનસર નજીક આવેલા ૪૦૦ કે.વી. જેટકો સબસ્ટેશનમાં શાસકીય ફરજ દરમિયાન જ ગેરવર્તણૂકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાજરી પત્રકમાં ગેરહાજરી નોંધાતા ઉશ્કેરાયેલા લાઈન ઈન્સ્પેક્ટરે નાયબ ઈજનેર સાથે બોલાચાલી બાદ મારપીટ કરી હોવાનું બહાર આવ્યું છે. મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ પર રહેતા અને માનસર ૪૦૦ કે.વી. જેટકોમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા નીતીનભાઈ જયસુખભાઈ લોરીયાએ આરોપી ત્યાં ફરજ બજાવતા લાઈન ઈન્સ્પેક્ટર હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા રહે. વડવાળી શેરી સોની તલાવડી ધાંગધ્રાવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી હળવદ માનસર ૪૦૦ કે.વી જેટકોમાં લાઇન ઇન્સપેકટર તરીકે નોકરી કરતા હોય અને આગાઉ નોકરીમા ગેર હાજર રહેલ હોય અને તે દરમ્યાન ફરીયાદીએ મસ્ટરમાં તેમની હાજરી સામે લીટા મારેલ હોય જેનુ મન દુખ રાખી બોલાચાલી કરી જપાજપી કરી અભદ્ર ગાળો આપી એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદીને ગાલ પર થપ્પડ મારી તેમજ સાથીને અભદ્ર ગાળો આપી અર્થીંગ ફાઈબર રોડનો દંડો લઈ તેમની પાછળ મારવા જઈ બન્ને ને જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular