Sunday, April 19, 2026
HomeMorbiહળવદના મયાપુરમાં જમીન વિવાદ ઉગ્ર: દંપતી પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો

હળવદના મયાપુરમાં જમીન વિવાદ ઉગ્ર: દંપતી પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો

Advertisement
Advertisement

હળવદ તાલુકાના મયાપુર ગામમાં જમીન વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું છે. કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં જમીન ખાલી કરાવવા આવેલા શખ્સોએ ખેડૂત દંપતી પર હુમલો કરી મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયાપુર ગામે રહેતા અને ખેતી કરતા બળદેવભાઈ ભુદરભાઈ કણઝારીયા (ઉ.વ.૫૦) એ આરોપી દિલિપભાઈ ધરમશીભાઈ પટેલ રહે.‌હળવદ મુન્નાભાઈ ભરવાડ રહે. હળવદ તથા અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદીની વાડીએ આવી આ ખેતર અમારૂ છે ખાલી કરી દો તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપીઓએ ફરીયાદી તથા સાથી રમીલાબેનને લાકડાના ધોકાથી તથા ઢીકાપાટુનો માર મારી તથા ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ – ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular