HomeMorbiમોરબીમાં કોંગ્રેસનો જોરદાર પ્રહાર: વોર્ડ 9માં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન આજે
મોરબીમાં કોંગ્રેસનો જોરદાર પ્રહાર: વોર્ડ 9માં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન આજે
મોરબી મહાનગરપાલિકા જીતવા કોંગ્રેસ હવે પૂરજોશમાં મેદાનમાં ઉતરી છે. ત્યારે વોર્ડ નંબર 9માં પ્રચારને વધુ ગતિ આપવા અને લોકો સાથે સીધો સંપર્ક મજબૂત બનાવવા કોંગ્રેસ પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન આજે યોજાનાર છે.
આ ઉદ્ઘાટન સમારોહ આજે તા. 18 એપ્રિલ, શનિવારે રાત્રે 9:00 કલાકે ઉમિયા સર્કલ ખાતે યોજાશે, જેમાં વોર્ડના મતદાર ભાઈઓ-બહેનો તેમજ શહેરની જનતાને હાજરી આપવા કોંગ્રેસ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પ્રસંગે પાટીદાર આગેવાન મનોજભાઈ પનારા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે, જ્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓ લલીતભાઈ કગથરા અને નયનભાઈ અધારા વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. ‘પ્રગતિશીલ મોરબી, જનતાનો સાથ, વિકાસનો હાથ’ના નારા સાથે કોંગ્રેસ વિકાસના મુદ્દાઓ પર મતદારોનો વિશ્વાસ જીતવા પ્રયત્નશીલ છે.
વોર્ડ નંબર 9ના કોંગ્રેસ ઉમેદવારો જયેશ કાલરિયા, જોશના ઝાલરીયા, મહિપત પરમાર અને શીતલ પનારા પ્રચાર દરમિયાન જનતા વચ્ચે ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. વિસ્તારોમાં મળી રહેલા ઉત્સાહભર્યા પ્રતિસાદ અને બહોળા જનસમર્થનથી ઉમેદવારોનો વિજય વિશ્વાસ મજબૂત બન્યો છે.
કાર્યાલય શરૂ થવાથી હવે સ્થાનિક લોકોના પ્રશ્નો ઝડપથી સાંભળવા અને વિકાસના કામોને ગતિ આપવાનો કોંગ્રેસનો પ્રયાસ વધુ અસરકારક બનશે. આ ઉદ્ઘાટન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.