HomeMorbiમોરબીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ: ઘૂંટુ એલ.ઈ. કોલેજ ખાતે EVM પ્રિપેરેશન...

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ: ઘૂંટુ એલ.ઈ. કોલેજ ખાતે EVM પ્રિપેરેશન શરૂ

મોરબી : સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ચૂંટણી તંત્ર પણ પોતાની તૈયારીઓ ઝડપભેર આગળ ધપાવી રહ્યું છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તંત્ર દ્વારા EVM મશીનોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

મોરબીમાં ચૂંટણી માટેનું રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર ઘૂંટુ ખાતે આવેલી પોલીટેકનિક કોલેજ, એટલે કે એલ.ઈ. કોલેજ ખાતે બનાવવામાં આવ્યું છે. અહીં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની મોરબીમાં આવતી બેઠકો તેમજ મોરબી તાલુકા પંચાયતની ચૂંટણી માટેના EVM મશીનો અને સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આજે ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં EVM પ્રિપેરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન EVM મશીનોની ચકાસણી કરી તેમાં ઉમેદવારોની યાદી લગાડવા સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular