HomeMorbiહળવદના કડીયાણા ગામે તસ્કરોનો તાંડવ! વાડીમાંથી 1 લાખના કોપર વાયર ઉઠાવી ગયા 

હળવદના કડીયાણા ગામે તસ્કરોનો તાંડવ! વાડીમાંથી 1 લાખના કોપર વાયર ઉઠાવી ગયા 

મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. હળવદ તાલુકાના કડીયાણા ગામે તસ્કરોએ વાડીની ઓરડીના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો અને અંદાજે 1600 ફૂટ જેટલો કિંમતી કોપર કેબલ વાયર ચોરી કરી ફરાર થઈ ગયા, જેને કારણે ખેડૂતમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકામાં જોધપર (નદી) ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ મારૂતી નગર વિધુતનગરની બાજુમાં રહેતા અને વેપાર કરતાં લાલજીભાઈ અણદાભાઈ સવસાણી (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમે ફરીયાદિની વાડીમાં પ્રવેશ કરી વાડીમાં આવેલ રૂમ ઓરડીઓના તાળા તોળી દરવાજા ખોલી રૂમ ઓરડીમાં પ્રવેશ કરી રૂમ ઓરડીમાં રાખેલ સબમસીંબલ મોટરનો કોપર કેબલ વાયર ૬ એમ.એમ.નો આશરે ૧૬૦૦ ફુટ જેટલી લંબાઈ જેની અંદાજીત કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ના કેબલ વાયરની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular