Friday, April 24, 2026
HomeMorbiમોરબી હાઈવે પર બાળ મજૂરીનો પર્દાફાશ: કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી

મોરબી હાઈવે પર બાળ મજૂરીનો પર્દાફાશ: કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી

Advertisement
Advertisement

મોરબી નજીક હાઈવે રોડના કામમાં સગીર બાળકો પાસેથી મજૂરી લેવાતી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સતર્ક કામગીરીથી કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાતા બાળ મજૂરી સામે તંત્રની કડક વૃત્તિ સ્પષ્ટ થઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે મહેન્દ્રનગરથી મોરબી-કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કોન્ટ્રાક્ટર દ્વારા સગીર વયના બાળ કિશોર પાસે રોડ પર પથ્થરો હટાવવા, સાવરણાથી સફાઈ કરવી અને સળિયાના સેન્ટિંગ જેવી જોખમી મજૂરી કરાવવામાં આવી રહી હતી. જેથી આરોપી કોન્ટ્રાકટર ભગવાનસિંહ નારાયણસિંહ ચૌહાણ રહે. હરિઓમ પાર્ક પાસે, મોરબી, મૂળ રહે. સતલાસણા, જી. મહેસાણાવાળા વિરુદ્ધ બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદાની કલમ -૩,૭ અને ૧૪(૧) તથા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ ન કલમ -૭૯ મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular