HomeMorbiઝિંઝુડા પાસે દિનદહાડે હુમલો: ક્રિકેટ બેટથી યુવાનને માર માર્યો
ઝિંઝુડા પાસે દિનદહાડે હુમલો: ક્રિકેટ બેટથી યુવાનને માર માર્યો
મોરબી તાલુકાના ઝિંઝુડા નજીક ધોળા દિવસે બનેલી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે. બે અજાણ્યા શખ્સોએ યુવાન પર ક્રિકેટ બેટ વડે તાબડતોબ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સોલંકીનગર (ઝીંઝુડા)માં રહેતા અને મજુરી કામ કરતા અશોકભાઈ લક્ષ્મણભાઈ અખીયાણી (ઉ.વ.૨૨) એ આરોપી બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું આરોપીઓએ પોતાના હાથમાં રહેલ ક્રિકેટ બેટ વતી ફરીયાદીને એક ઘા મારી મોટરસાયકલ નીચે પછાડી બેટ વતી મુંઢમાર મારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.