HomeMorbiટંકારામાં દારૂના ધંધા પર પોલીસનો છાપો: વાડીમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ટંકારામાં દારૂના ધંધા પર પોલીસનો છાપો: વાડીમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામની સીમમાં પોલીસ દ્વારા કરાયેલા રેઇડ દરમિયાન ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વાડીની ઓરડીમાં વેચાણના ઈરાદાથી રાખેલ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના ભુત કોટડા ગામની સીમમાં ભુરાભાઈ ભરવાડની વાડીની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ કિંમત રૂપિયા ૩૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૮૯૦૦ ના મુદામાલ સાથે આરોપી રેલસીંગ ઉર્ફે મુકેશભાઈ સીંગાડ (ઉ.વ.૩૮) રહે. ભુત કોટડા તા ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular