Saturday, April 25, 2026
HomeMorbiમાળિયામાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

માળિયામાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

Advertisement
Advertisement

માળિયા મિંયાણામાં નાની બોલાચાલીનું રૂપાંતર ગંભીર બનાવમાં થયું છે. જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર હોટલ પાસે પાછળથી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં જખરીયા પાટી વોર્ડ નં-1 માં રહેતા ગુલામ જુનસ જેડા (ઉ.વ.૩૦) એ આરોપી મયુદિન અબ્બાસભાઈ માલાણી રહે. જખરીયા પીંઢ વિસ્તાર માળીયા મીયાણાવાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કાકાના દિકરાના લગ્નમાં આરોપીને મોટરસાઇકલ ધીરે ચલાવવા બાબત કહેતા બંન્ને વચ્ચે સામન્ય બોલાચાલી થયેલ તે વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ છરી વતી ફરીયાદિને જમણી બાજુ વાસામા પડખાના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular