HomeMorbiલિફ્ટ માંગવાની આડમાં લૂંટ: મોરબીમાં વેપારીને છરી બતાવી રૂ. 65 હજારની લૂંટ
લિફ્ટ માંગવાની આડમાં લૂંટ: મોરબીમાં વેપારીને છરી બતાવી રૂ. 65 હજારની લૂંટ
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બે શખ્સોએ લિફ્ટ માંગવાની આડમાં એક વેપારીને નિશાન બનાવી છરીના અણીએ રોકડ અને મોટરસાયકલ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી મૂળ રાજસ્થાનના અને હાલ મોરબીના નવલખી રોડ પર યમુનાનગર-2 ન્યુ શ્રધ્ધાપાર્કમા રહેતા અને વેપાર સાથે સંકળાયેલા ભુરારામ નરશીરામ ચૌધરી (ઉ.વ. 32) એ આરોપી દેવાસિંગ ભરતસિંહ સરદારજી રહે. લાયન્સનગર મોરબી તથા કુલદીપસિંગ ઉર્ફે કાલી સરદારજી રહે. વીશીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદિના હોન્ડા સાઇન મોટર સાયકલ નં.GJ-3-EQ-3881 મા બજારમા જવાનુ લીફટ માંગી બેસી ગયેલ બાદ ફરીયાદિને મોરબી કબ્રસ્તાન સામે મંગલભુવન ગરબી ચોકથી આગળ અંધારા વાળી ગલ્લીમા લઇ જઇ આરોપી કુલદીપસિંગએ છરી દેખાડી ફરીયાદિના ખીસ્સામાથી બંને આરોપીઓએ રોકડ રૂ.15000/- તેમજ ફરીયાદિનુ હોન્ડા સાઇન મોટર સાયકલ નં.GJ-3-EQ-3881 કિ.રૂ.50,000/- વાળાની લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.