Tuesday, April 28, 2026
HomeMorbiમાળીયામાં મિલકતના ઝગડાએ લીધો હિંસક વળાંક: ભાઈએ ભાઈના પરિવાર પર કર્યો હુમલો

માળીયામાં મિલકતના ઝગડાએ લીધો હિંસક વળાંક: ભાઈએ ભાઈના પરિવાર પર કર્યો હુમલો

Advertisement
Advertisement

માળીયા મિયાણા શહેરમાં બાપ-દાદાની મિલકતના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સગા ભાઈઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. એક જ ફળીયામાં રહેતા પરિવારજનો વચ્ચે જૂની અદાવતને કારણે ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવતા મહિલાઓ સહિત પરિવારજનોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં જુના બસ સ્ટેન્ડ સામે રહેતા અકબરભાઈ સુમારભાઈ મોવર (ઉ.વ.૪૫) એ આરોપી હૈદર સુમારભાઈ મોવર, ઈરફાન સ ઓ હૈદર સુમારભાઈ મોવર, નુરબાનુ વા ઓ ઈરફાન હૈદર મોવર, સાયના વા ઓ હૈદર સુમાર મોવર, રહીમા ડો ઓ હૈદર સુમારભાઈ મોવર રહે.બધા નવા બસ સ્ટેશન પાસે માળીયાવાળા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીઓ એક જ ફળીયામા રહેતા હોય અને બાપ-દાદાની મીલકત બાબતે અગાઉ સામન્ય બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા ફરીયાદિ ની પત્ની તથા ફરીયાદિની બન્ને દીકરી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા જપી કરી ઢીકાપાટુનો તથા ધોકા વડે મારમારી ફરીયાદીની દિકરીને બટકા ભરી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular