HomeMorbiહળવદ પોલીસની કાર્યવાહી: 1600 ફૂટ કોપર કેબલ ચોરી કેસ ડિટેક્ટ, મુદામાલ સુસવાવનો...

હળવદ પોલીસની કાર્યવાહી: 1600 ફૂટ કોપર કેબલ ચોરી કેસ ડિટેક્ટ, મુદામાલ સુસવાવનો ઈસમ ઝડપી પાડ્યો

હળવદ તાલુકાના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં થયેલી ઘરફોડ કેબલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો હળવદ પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપી કેશુ ઉકાભાઈ રાઠોડને ઝડપી પાડી તેની પાસેથી આશરે 1600 ફૂટ જેટલો કોપર કેબલ વાયર, જેની કિંમત અંદાજે રૂ. 1 લાખ થાય છે, તે મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જેમાં ફરીયાદી લાલજીભાઈ અણદાભાઈ સવસાણી હાલ રહે મારૂતી નગર, વિધુત નગરની બાજુમાં, રવાપર રોડ મોરબી-૧ વાળાએ પોતાની ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલ વાડીએ રૂમ ઓરડીઓમાં રાખેલ કોપર કેબલ વાયર જેની લંબાઈ આશરે ૧૬૦૦ ફુટ જેટલી જેની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ગણી શકાય તે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરેલ જે અનડિટેક્ટ રહેલ ગુનો ડિટેક્ટ કરવા માટે હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ગુનો ડિટેકટ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન આરોપી કેશુ ઉકાભાઈ રાઠોડ રહે ગામ સુસવાવ તા.હળવદ જી.મોરબી વાળા પાસેથી ચોરીમાં ગયેલ અસલ તમામ મુદામાલ કોપર કેબલ વાયર જેની લંબાઈ આશરે ૧૬૦૦ ફુટ જેની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular