Sunday, May 3, 2026
HomeMorbiમોરબીમાં ઠંડા પીણાની આડમાં ચોરી: વેપારીની નજર ચૂકવી ગલ્લામાંથી 30 હજાર ઉઠાવ્યા

મોરબીમાં ઠંડા પીણાની આડમાં ચોરી: વેપારીની નજર ચૂકવી ગલ્લામાંથી 30 હજાર ઉઠાવ્યા

Advertisement
Advertisement

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલ પાન-મસાલાની દુકાનમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રાહક બની આવેલા એક શખ્સે ઠંડા પીણાની માંગણી કરીને વેપારીનું ધ્યાન ભટકાવ્યું અને તકનો લાભ લઈ ગલ્લામાંથી રૂ. 30,000 રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો. બનાવ અંગે વેપારીએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે સમજુ બા સ્કૂલ પાસે પિતૃ આશીશ ભગવતી પાક સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં શૈલેષભાઈ દામજીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) એ આરોપી કુલદીપ ઉર્ફે કાલિ સરદારજી રહે. રણછોડનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ફરીયાદીની રાજુ પાન એન્ડ કોલડ્રીંક્સમા આરોપીએ જઈ ઠંડા પીણાની બોટલ માંગતા ફરીયાદી ઠંડા પીણાની બોટલ લેવા ઉભા થતા ફરીયાદિની નજર ચુકવી દુકાનના થડાના ટેબલના ખાનામાથી રોકડ રૂ. ૩૦,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular