Wednesday, April 29, 2026
HomeMorbiમોરબીમાં 13 વર્ષીય તરુણ રહસ્યમય રીતે ગુમ: લખધીરપુર રોડ પરથી અપહરણની આશંકા

મોરબીમાં 13 વર્ષીય તરુણ રહસ્યમય રીતે ગુમ: લખધીરપુર રોડ પરથી અપહરણની આશંકા

Advertisement
Advertisement

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેબર ક્વાર્ટરમાંથી 13 વર્ષીય તરુણ ગુમ થવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. પરિવાર મજૂરી કામે ગયો હોવા દરમ્યાન બાળક અચાનક ગાયબ થઈ જતા અપહરણની આશંકા વ્યક્ત કરી પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ‘ઇનબોક્ષ ઓટોપેક’ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા તસલીમખાન સુબાનખાન નટનો ૧૩ વર્ષીય પુત્ર અબ્દુલ ગત તા. ૨૭/૦૪/૨૦૨૬ના રોજ ગુમ થયો છે. તસલીમખાન અને તેમના પત્ની કંપનીમાં મજૂરી કામ કરવા ગયા હતા, ત્યારે તેમનો પુત્ર અબ્દુલ રૂમ પર હાજર હતો. બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી અબ્દુલ કંપની પાસે રમતો જોવા મળ્યો હતો, પરંતુ સાંજે છ વાગ્યા પછી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બાદ પરિવારના સભ્યોએ કંપનીમાં, આસપાસના વિસ્તારમાં અને પરિચિતોને ત્યાં તપાસ કરી હોવા છતાં અબ્દુલનો કોઈ પત્તો મળ્યો ન હતો. આખરે પિતા તસલીમખાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યો ઇસમ તેમના પુત્રનું લાલચ આપી અથવા વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular