HomeMorbiપથિક સોફ્ટવેરના નિયમનો ભંગ: મોરબીની પાર્થ હોટલના મેનેજર સામે પોલીસ કાર્યવાહી

પથિક સોફ્ટવેરના નિયમનો ભંગ: મોરબીની પાર્થ હોટલના મેનેજર સામે પોલીસ કાર્યવાહી

મોરબી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ફરજિયાત બનાવાયેલા ‘પથિક’ સોફ્ટવેરના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ સખત બની છે. હળવદ રોડ પર આવેલી પાર્થ હોટલમાં ચકાસણી દરમિયાન મેનેજર દ્વારા મુસાફરોની માહિતી ઓનલાઈન એન્ટ્રી ન કરાતા એસ.ઓ.જી. ટીમે તરત જ કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ જ્યારે મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હો, તે દરમિયાન હળવદ રોડ પર ઘુંટુ ગામની સીમમાં આવેલી ‘પાર્થ હોટલ’ માં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોટલના મેનેજર દ્વારા મુસાફરોની વિગતો રજીસ્ટરમાં તો નોંધવામાં આવતી હતી, પરંતુ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલા પથિક સોફ્ટવેરમાં તેની કોઈ એન્ટ્રી કરવામાં આવતી નહોતી. જેથી પોલીસે આરોપી હોટલ મેનેજર સુરવિરસિંહ નરેન્દ્રનાથ ચૌહાણ રહે. હાલ ઘુંટુ, મૂળ રાજસ્થાનવાળાની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular