HomeMorbiવારંવાર દારૂના ગુનાઓ કરનાર ઇસમ વિરુદ્ધ PASA એક્ટ હેઠળ મોરબી પોલીસે કરી...
વારંવાર દારૂના ગુનાઓ કરનાર ઇસમ વિરુદ્ધ PASA એક્ટ હેઠળ મોરબી પોલીસે કરી કડક કાર્યવાહી
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વધુ એક કડક પગલું ભર્યું છે. દારૂના ગુનાઓમાં સંડોવાયેલા અને વારંવાર પકડાતા એક ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને જેલમાં ધકેલવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમ સાહીલભાઇ ઉર્ફે સાહુ હનીફભાઇ નુરાભાઇ પરમાર જાતે-ઘાચી ઉ.વ.૨૩ ધંધો-ડ્રાઇવર રહે-હાથી ખાના-૧૭, આર્ય સમાજ પાસે, રામનાથ પરા મેઇન રોડ રાજકોટ મુળ રહે-રતનપરના પાટીયા પાસે રાનદીપ સોસાયટી રાજકોટ વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.