HomeMorbiમોરબીમાં પરિણીતાનો આક્રંદ: સાસરિયાઓના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સુધી પહોચી ફરિયાદ
મોરબીમાં પરિણીતાનો આક્રંદ: સાસરિયાઓના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સુધી પહોચી ફરિયાદ
મોરબી જિલ્લામાં ફરી એકવાર ઘરેલુ ત્રાસનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હળવદની પરિણીતાએ સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી અંતે મહિલા પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો છે. પતિ સહિત સાસુ અને નણંદ વિરુદ્ધ નોંધાયેલી આ ફરિયાદે પરિવારિક હિંસાના મુદ્દાને ફરી ચર્ચામાં લાવી દીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હાલ મોરબીના રાજપર ગામે પિયરમાં રહેતી કૃપાબેન અંકિતભાઈ અગોલા (ઉ.વ.૨૫) એ આરોપી અંકિતભાઈ ભાવેશભાઈ અગોલા, મિનાબેન ભાવેશભાઈ અગોલા રહે. બંને આનંદ બંગ્લોઝ રાણેકપર રોડ હળવદ તથા અર્પિબેન જીલભાઈ વડગાસીયા રહે. મહેન્દ્રનગર મોરબીવાળા વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પિતા તથા સાસુ તથા નણંદે અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી પતિએ અવાર નવાર મારકુટ કરી એક બીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.