HomeMorbiમોરબી શહેરમાં ટ્રાફીક હલ કરવા માટે “નો-પાર્કીંગ” સ્થળ ઉપર પાર્ક કરેલ વાહનોનો...
મોરબી શહેરમાં ટ્રાફીક હલ કરવા માટે “નો-પાર્કીંગ” સ્થળ ઉપર પાર્ક કરેલ વાહનોનો ટોઇંગ વાહન દ્રારા કાર્યવાહીનો પ્રારંભ
મોરબી શહેરમાં સાકડા રોડ રસ્તા હોય અને મોરબી ઔધૌગીક નગરી હોય જેથી બહારના રાજયના કામદારો અહી મોરબીમાં મોટી સંખ્યામાં રેહતા હોય જેથી મોરબી શહેરમાં વાહન વ્યવ્હાર વધવાના કારણે મોરબી શહેરમાં ટ્રાફીકની સમસ્યા વધતી જતી હોય તેમજ મોરબી શહેરમાં કલેકટરનું જાહેરનામું અમલમાં હોય તેમ છતા પણ વાહન ચાલકો રોડ ઉપર નો-પાર્કીંગની જગ્યા ઉપર આડેધડ વાહન પાર્કીંગ કરી ટ્રાફીકની સમસ્યા વધારતા હોય.
જેથી મેં પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નાઓએ ટ્રાફીક સમસ્યા હલ કરવા આપેલ સુચના મુજબ પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં જાહેરનામાની ચુસ્તપણે પાલન થાય તે માટે તા.૦૨/૦પ/૨૦૨૬ થી મોરબી શહેરમાં ટુ વ્હીલર/થી વ્હીલર/ફોર વ્હીલર નો પાર્કીંગમાં રાખેલ હોય તેવા વાહનોને ટોઇંગ કરવા માટે ફોર વ્હીલર ટોઇંગ તેમજ ટુ વ્હીલર ટોઇંગ વાહન આજથી ચાલુ કરવામાં આવે છે.
જેથી મોરબી શહેરમાં જાહેરનામનો ચુસ્તપણે અમલવાર થાય અને ટ્રાફીક સુ વ્યવસ્થિત ચાલે અને ટ્રાફીક સમસ્યા હલ થાય તે માટે આજથી બંન્ને ટોઇંગ વાહનો મોરબી શહેરમાં પેટ્રોલીંગ કરી નો પાર્કીંગમાં પાર્ક કરેલ વાહનોને ટોઇંગ કરી કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવશે.