HomeMorbiનગદરવાજા પાસે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બખેડો: બાઈકના હેન્ડલથી શરૂ થયો...

નગદરવાજા પાસે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બખેડો: બાઈકના હેન્ડલથી શરૂ થયો વિવાદ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો

મોરબી શહેરના નગદરવાજા વિસ્તારમાં એક સામાન્ય ઘટના મોટો વિવાદ બની ગઈ. બાઈકનું હેન્ડલ જેકેટમાં ફસાવાની નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ અને અંતે બંને પક્ષોએ પોલીસમાં સામસામે ફરીયાદ નોંધાવતા મામલો ગરમાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટી -૨ માં રહેતા દેવજીભાઈ બીજલભાઈ રાઠોડ (ઉ.વ.૩૯)એ આરોપી વિષ્નારામ પ્રજાપતિ હાલ રહે. ચિત્રકુટ સિનેમા પાછળ આવેલ આશાપુરા મોબાઈલ નામની દુકાનમાં નોકરી કરતા મૂળ રહે. રાજસ્થાનવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિષ્નારામ પ્રજાપતિએ રજીસ્ટ્રેશન નંબર RJ-04-SV-1015 વાળુ મોટર સાયકલ રોંગ સાઇડમા લઇને આવતો હતો તે વખતે તેના મોટર સાયકલનુ હેન્ડલ ફરીયાદીના બ્લુ કલરના બ્લેઝરમા ફસાઇ જતા ફરીયાદીએ આરોપીને મોટર સાયકલ જોઇને ચલાવવા કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દ કહી મા સમાણી ગાળો આપી ધક્કો મારી પાડી દઇ તેના ડાબા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમા ફ્રેકચરની ઇજા પોહચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે મૂળ રાજસ્થાનના વતની અને હાલ મોરબીના ઉમીયા સર્કલ વાવડી રોડ પર રહેતા યશકુમાર મગનારામ પ્રજાપતિ (ઉ.વ.૧૯) એ આરોપી દેવજીભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સબંધી ભાણેજ વિષ્નારામ પ્રજાપતિ નાઓ મોટર સાયકલ દોરાવીને પાછળની ગલીમા મુકવા જતા હતા તે વખતે આરોપી સામેથી દોડીને આવતા મોટર સાયકલનુ હેન્ડલ આરોપીના શર્ટમા ફસાઇ જતા તેણે વિષ્નારામને મા બહેનની ગાળો આપી થપાટો મારી શર્ટનો કોલર ખેચી નીચે પછાડી દીધેલ ત્યારબાદ આરોપીએ પોતાનુ નામ તથા ઓળખ આપી સમાધાન કરવાના રૂપિયા બે લાખની માંગણી કરેલ જે રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular