HomeMorbiટંકારાના સરાયા ગામેથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ટંકારાના સરાયા ગામેથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા દેશીદારૂ રાખી તેનુ ખાનગીમા વેચાણ કરે છે તેવી બાતમી મળતા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ સાથે ટંકારા તાલુકાના સરાયા ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તેના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લીટર ૨૮૯ કિં.રૂ. ૫૭,૮૦૦/-ના મુદામાલ સાથે આરોપી ઈમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ અબ્દુલભાઈ જેશાણી રહે. સરાયા તા.ટંકારાવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રાહુલ દેવીપુજક રહે. જારીયા તા.જી.રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular